Education Department
Government of Gujarat

Vidhyasahayak bharti 2010

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી જાહેરાત
પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી
Notification dated 18/01/2012
માન.મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાંથી પુરસ્કાર/સહાય મેળવવા અંગેની જાહેરાત 
માન. મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાંથી પુરસ્કાર/સહાય મેળવવા અંગેની સુચના 
માન. મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાંથી શૈક્ષણિક હેતુ માટે આર્થિક સહાય મેળવવાનું અરજીપત્રક 
સરકારી/પંચાયત સેવાના કર્મચારીઓની સંતાન કન્યાઓ માટે ધો.૧૦ અને ૧૨માં તાલુકા કક્ષાએ પ્રથમ ૩ સ્થાન માટે પુરસ્કાર મેળવવાનું અરજીપત્રક
વિદ્યાસહાયકની લાયકાત ના ધોરણો   સંભવિત કાર્યક્રમ
 
     ભારત સરકારના બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ અને ગુજરાત શૈક્ષણિક કાયદા (સુધારા) અધિનિયમ-૨૦૧૦ અન્વયે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧ થી ૭ ને બદલે હવે પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧ થી ૮ જેમાં ધોરણ ૧ થી ૫ પ્રાથમિક શિક્ષણ અને ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ગણાશે, તેમ ઠરાવેલ છે.
    ઉપર્યુક્ત ફેરફારને કારણે બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ કલમ-૧૯ અને ૨૫ ના શિડ્યુલમાં નિયત થયેલ ધોરણ અને લાયકાતો તથા નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજ્યુકેશન નવી દિલ્હી જાહેરનામાં ક્રમાંક: ફા.ન.61/03/20/2010 એન.સી.ટી.ઈ. (એન.એન્ડ.એસ) તા.૨૩-૮-૧૦ અન્વયે પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવા માટે લઘુત્તમ લાયકાતો નક્કી કરવામાં આવેલ છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ ની કલમ-૫૪ અને ૬૩ થી પ્રાપ્ત થયેલ સત્તાની રુએ જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારની પસંદગી માટેના ધોરણો પુખ્ત વિચારણાને અંતે શિક્ષણ વિભાગના તા.૨૭-૪-૨૦૧૧ ના ઠરાવથી નિયત કરેલ છે.
 
 
Helpline : 079-65108801  / 079-23256592
(આ હેલ્પલાઈન સવારે ૧૧:૦૦ કલાક થી સાંજના ૧૮:૦૦ કલાક સુધી)
Site best viewed in Internet Explorer 7 and above.